50+ શાકભાજી ના નામ- Vegetables Name in Gujarati and English

આપ સૌ વાચકો નું અમારી વેબસાઈટ Names Info માં સ્વાગત છે. આજના આર્ટિકલ “All Vegetables Name in Gujarati and English With Image (તમામ શાકભાજીના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં)” માં આપણે ઘણા ઉપીયોગી નામ વિષે માહિતી મેળવીશું, જેમાં તમામ લોકો ને નવું જાણવા મળશે અને મજા આવશે.

કદાચ તમને અમારી વેબસાઈટ વિષે માહિતી હશે. અહીં તમને અલગ અલગ પ્રકાર ના નામ વિષે 100 થી વધુ ભાષામાં માહિતી મળશે. તમે અહીં રેગ્યુલર મુલાકાત લઇ અલગ અલગ ભષાનું જ્ઞાન મેળવી શકો છો અને વિશ્વની અન્ય ભષા શીખી શકો છો.

રોજિંદા જીવનમાં આપણે અલગ અલગ શાકભાજી નો ઉપયોગ વાનગીઓ બનાવવા કરતા હોઈએ છીએ. તેમનો બધાનો રંગ અલગ અલગ છે અને સાથે સાથે અલગ અલગ પોશક તત્વો ધરાવે છે. આપણે ચોક્કસ કહી શકીએ કે શાકભાજી આપણી જીવન જરૂરિયાત છે. તો ચાલો તેમના નામ વિષે માહિતી મેળવીએ.

આ પણ જરૂર વાંચો- 50+ ફળોના નામ (Fruits Name In Gujarati)

All Vegetables Name in Gujarati and English With Pictures (તમામ શાકભાજીના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં)

તમને ખબર જ હશે કે શાકભાજી એ છોડના ભાગો છે, જે માણસો અથવા પ્રાણીઓ ખોરાક તરીકે ખાય છે. આમા ફૂલો, ફળો, દાંડી, પાંદડા, મૂળ અને બીજ નો સમાવેશ થાય છે. આ તમામ વસ્તુઓ ખાદ્ય પદાર્થો તરીકે ઉપીયોગમાં લેવામાં આવે છે.

vegetables name in gujarati- શાકભાજી ના નામ
vegetables name in gujarati- શાકભાજી ના નામ

બધા શાકભાજી ની હાલ મુખ્ય રીતે ખેતી કરવામાં આવે છે અને અન્ય લોકો સુધી પહોંચાડવામાં આવે છે. એમાં અમુક પ્રજાતિ વિશ્વમાં અલગ અલગ જગ્યાએ જોવા મળે છે, જયારે ઘણી પ્રજાતિ હાલ વિશ્વમાં તમામ જગ્યાએ ઉપલબ્ધ છે. તો ચાલો તેમના નામ વિષે માહિતી મેળવીએ.

35 Popular Vegetables Name in Gujarati and English With Image (મુખ્ય શાકભાજીના નામ અને ફોટા)

નીચે ની સૂચિ માં દર્શાવેલ શાકભાજી ને મુખ્ય પ્રજાતિ કહી શકાય, કારણકે તે તમામ જગ્યાએ આસાનીથી મળી રહે છે અને મોટાભાગના લોકો રોજિંદા જીવનમાં તેનો ઉપીયોગ કરે છે.

NoImageVegetables Name in EnglishVegetables Name in Gujarati
1tomato-vegetableTomatoટામેટા
2potato-vegetablePotatoબટાકા
3onion-vegetableOnionડુંગળી
4brinjal-vegetableEggplantરીંગણા
5brinjal-vegetableBrinjalરીંગણા
6carrot-vegetableCarrotગાજર
7cucumber-vegetableCucumberકાકડી
8garlic-vegetableGarlicલસણ
9cabbage-vegetableCabbageકોબી
10peas-vegetablePeasવટાણા
11bottle-gourd-vegetableBottle Gourdદૂધી
12cluster-beans-vegetableCluster Beansગુવાર
13lady-finger-vegetableLady Fingerભીંડો
14cauliflower-vegetableCauliflowerફુલાવર
15bitter-gourd-vegetableBitter Gourdકારેલા
16ridged-gourd-vegetableRidged Gourdતુરીયા
17radish-vegetableRadishમૂળો
18chili-vegetableChiliમરચાં
19ginger-vegetableGingerઆદુ
20spinach-vegetableSpinachપાલક
21beetroot-vegetableBeetrootબીટ
22corn-vegetableCornમકાઈ
23corn-vegetableMaizeમકાઈ
24pumpkin-vegetablePumpkinકોળું
25lemon-vegetableLemonલીંબુ
26ivy-gourd-vegetableIvy Gourdટીંડોરા
27drumstick-vegetableDrumstickસરગવો
28yam-vegetableYamસુરણ કે રતાળુ

Other Vegetables Name in Gujarati and English (અન્ય શાકભાજી ના નામ)

નીચે ની સૂચિ માં દર્શાવેલ શાકભાજી ની સૂચિ અલગ બનાવવામાં આવેલી છે, કારણકે કદાચ ઘણા લોકોને તેના વિષે વધુ માહિતી નહી હોય અને આપણે રોજિંદા તેમનો ઉપીયોગ કરતા નથી.

NoImageVegetables Name in EnglishVegetables Name in Gujarati
1sweet-potato-vegetableSweet potatoશક્કરિયા
2green-bean-vegetableGreen beanચોળી બીજ
3mushroom-vegetableMushroomમશરૂમ
4peppermint-vegetablePeppermintફુદીનો
5spring-onion-vegetableSpring Onionલીલી ડુંગળી
6coriander-leaf-vegetableCoriander Leafલીલા ધાણા
7celery-vegetableCeleryઅજમો
8green-chili-vegetableGreen Chiliલીલા મરચા
9chili-vegetableRed Chiliલાલ મરચા
10kidney-burns-vegetableKidney beanરાજમા
11bean-vegetableBeanવટાણો
12curry-leaf-vegetableCurry Leafમીઠો લીમડો
13coriander-vegetableCorianderધાણા
14coriander-leaf-vegetableParsleyકોથમરી
15fenugreek-leaf-vegetableFenugreek Leafલીલી મેથી
16turmeric-vegetableTurmericહળદર
17capsicum-vegetableCapsicumશિમલા મિર્ચ
18dill-vegetableDillસુવાદાણા
19green-chili-vegetableGreen pepperલીલા મરી
20chili-vegetableRed pepperલાલ મરી
21raw-banana-vegetableRaw Bananaકાચા કેળા
22basil-vegetableBasilતુલસી
23turnip-vegetableTurnipસલગમ
24zucchini-vegetableZucchiniઝુચિની
25asparagus-vegetableAsparagusશતાવરી
26oregano-vegetableOreganoઓરેગાનો

કદાચ તમને એવું થશે કે આ સૂચિ માં ઘણા શાકભાજી બાકી રહી ગયા છે, પણ અમે અહીં લોકપ્રિય અને રોજિંદા ઉપીયોગમાં લેવાતા નામ ની સૂચિ બનાવેલી છે. ઘણી પ્રજાતિ બધી જગ્યાએ ઉપલબ્ધ નથી હોતી, અને વિશ્વમાં મોજુદ તમામ પ્રજાતિના નામ શામેલ કરવા અમારા માટે પણ થોડા મુશ્કેલ છે.

Worlds Top 5 Most Popular vegetables (વિશ્વના ટોચના 5 સૌથી લોકપ્રિય શાકભાજી)

બધા લોકોને અલગ અલગ શાકભાજી પસંદ હોય છે. પણ અહીં આપણે વિશ્વના 5 સૌથી લોકપ્રિય શાકભાજી વિષે વાત કરવાના છીએ, એટલે બની શકે કે કદાચ તમારા મનગમતું શાકભાજી આ સૂચિમાં ના હોય. તો ચાલો આગળ માહિતી મેળવીએ.

Tomatoes (ટામેટાં)

ટામેટાં એ આ વર્ષના વિશ્વની સૌથી લોકપ્રિય શાકભાજી છે. વિશ્વમાં દર વર્ષે 170 મેટ્રિક ટન થી વધુ ટામેટાંનું ઉત્પાદન કરવામાં છે. વિશ્વમાં ચીન, ભારત અને યુએસે ટામેટાંના ત્રણ સૌથી મોટા ઉત્પાદકો ગણાય છે.

આપણે કોઈ પણ વાનગીમાં ટામેટાનો જરૂર ઉપીયોગ કરતા હોઈએ છીએ અને એ આપણી સેહત માટે ખુબ સારા છે. કેલરી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, ફાઇબર અને અન્ય ઘણા વિટામિન હોય છે, જે આપણને ઘણા રોગો સામે લાદવામાં મદદ કરે છે.

Onion (ડુંગળી)

ટામેટા પછી ડુંગળી એ આ વર્ષનું બીજું સૌથી લોકપ્રિય શાકભાજી છે. વિશ્વમાં દર વર્ષે 90 મેટ્રિક ટન થી વધુ ટામેટાંનું ઉત્પાદન કરવામાં છે. વિશ્વમાં ચીન, ભારત અને યુએસે ડુંગળીના ત્રણ સૌથી મોટા ઉત્પાદકો ગણાય છે. ડુંગળીમાં ઉત્તમ ગુણવત્તા વાળા પોષકતત્વો હોય છે અને કિંમતમાં ઘણી સસ્તી હોય છે, જેથી આ ખુબ લોકપ્રિય છે.

ડુંગળીની અલગ અલગ પ્રજાતિનો સ્વાદ પણ અલગ હોય છે અને આ લીલી અને સૂકી બંને ઉપીયોગમાં લેવામાં આવે છે. ઘણી વાનગીઓ બનાવવામાં ઉપીયોગ કરવા સિવાય સલાડમાં પણ ડુંગળીનો વ્યાપક પ્રમાણમાં ઉપીયોગ કરવામાં આવે છે.

Cucumber (કાકડી)

આ એક લીલા રંગ નું શાકભાજી છે અને કાકડી વિશ્વ ભરમાં વ્યાપકપણે ઉગાડવામાં આવતો વેલો છે જે સામાન્ય રીતે નળાકાર ફળો આપે છે. કાકડી દુનિયાભરમાં આસાનીથી તમને મળી જશે અને તેમાં રહેલા પોષકતત્વો પણ આપણા માટે ખુબ ઉપીયોગી છે. જયારે અન્ય ભષામાં કાકડી નું નામ પણ અલગ છે.

દરરોજ સલાડ સ્વરૂપે કાકડી ખાવાથી તમને કેલરી, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાઇબર, વિટામિન સી, વિટામિન કે, મેગ્નેશિયમ અને અન્ય ઘણા જરૂરી પોષકતત્વો મળે છે.

Cauliflower (કોબીજ)

આપણી આસપાસ મુખ્યત્વે આ શાકભાજી લીલા રંગમાં જોવા મળે છે, પણ આ સિવાય જાંબલી અને આછા લીલા રંગમાં પણ હોય શકે છે. આ એક છોડ નું ફળ છે, જેને આપણે અલગ અલગ વાનગીઓ અને સલાડમાં વ્યાપક પ્રમાણમાં ઉપીયોગ કરીયે છીએ.

કોબીજ દેખાવમાં મોટી હોય છે, જેનું વજન 500 ગ્રામ થી 1 કિલો હોય શકે છે. કોબીજ માંથી તમને કેલરી, ચરબી, સોડિયમ, કાર્બોહાઇડ્રેટ્સ, ફાઇબર, પ્રોટીન, વિટામિન અને રોજિંદા જરૂરિયાતના અન્ય ઘણા પોષક તત્વો આસાનીથી મળી રહે છે. આ શાકભાજી ને લોકો સલાડ સ્વરૂપે ખાવા વધુ પસંદ કરે છે.

Carrots (ગાજર)

ગાજર સામાન્ય રીતે કેસરી રંગ નું હોય છે, પણ આ સિવાયની અન્ય પ્રજાતિ જાંબલી, કાળી, લાલ, સફેદ અને પીળા રંગમાં પણ જોવા મળે છે. ગાજર પણ એક છોડ નું ફળ છે, જેને પરિપક્વ થતા ત્રણ મહિના જેટલો સમય લાગે છે. ગાજર વિશ્વના તમામ શહેરોમાં આસાની થી જોવા મળી જશે.

ગાજરમાં મુખ્યત્વે વિટામિન A, વિટામિન K અને વિટામિન B6 વધુ પ્રમાણમાં હોય છે. જયારે આ સિવયના પણ ઘણા પોષકતત્વો તેમાં મોજુદ છે, જે અપપણે ઘણા રોગો સામે રક્ષણ આપે છે.

FAQ

શાકભાજી માં કયા પોષક તત્વો હોય છે?

શાકભાજીમાં પોટેશિયમ, ફાઇબર, ફોલેટ, વિટામિન એ, વિટામિન સી અને અન્ય ઘણા ઉપીયોગી પોષક તત્વો હોય છે. કદાચ તમને ખબર જ હશે કે અલગ અલગ ફળો અને શાકભાજી અલગ અલગ પોષક તત્વો ધરાવે છે, એટલા માટે આપણે રોજ અલગ અલગ ફળો અને શાકભાજી ખાઈએ છીએ.

સૌથી આરોગ્યપ્રદ શાકભાજી કઈ છે?

વૈજ્ઞાનિકોના રિસર્ચ અનુસાર “પાલક” ને સૌથી વધુ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. પાલકમાં રોજિંદા જરૂરી કેલ્શિયમ, વિટામિન, આયર્ન, એન્ટીઑકિસડન્ટ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે.

કયા રંગના શાકભાજી માં પોષક તત્વો વધુ હોય છે?

તમને જાણીને કદાચ નવાઈ લાગશે પણ ઘાટા રંગના ફળો અને શાકભાજી માં વધુ વિટામિન્સ પોષક તત્વો હોય છે.

Disclaimers

આ આર્ટિકલમાં કદાચ અમારી કોઈ ટાઈપિંગ કે ભાષાંતરમાં ભૂલ હોઈ શકે છે. તમને અમારી આવી કોઈ ભૂલ દેખાય તો અમને ચોક્કસ જણાવો, અમી જલ્દી થી તેને સુધારીશું.

Summary

આશા રાખું છું કે તમને “All Vegetables Name in Gujarati and English With Image (તમામ શાકભાજીના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં)” આર્ટિકલમાં જરૂર ઉપયોગી માહિતી મળી હશે અને રસપ્રદ લાગ્યો હશે. 100 થી વધુ ભાષામાં કોઈ પણ નામ વિષે માહિતી મેળવવા અમારા બ્લોગની મુલાકાત લેતા રહો.

Leave a Comment

names-info-footer-logo

Here you can find all Useful Names in more than 10 different languages and some important information about it. Best names learning platform for everyone.

Contact us

Address- 17, Einsteinpalais, Friedrichstraße, Berlin Mitte, Berlin, Germany- 10117

contact@namesinfo.org

Mon to Friday
9:00 am to 18:00 pm