50+ ફળોના નામ- Fruits Name In Gujarati

આપ સૌ વાચકો નું અમારી વેબસાઈટ Names Info માં સ્વાગત છે. આજના આર્ટિકલ “ફળોના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં- Fruits Name in Gujarati and English” માં આપણે ઘણા ઉપીયોગી નામ વિષે માહિતી મેળવીશું, જેમાં તમામ લોકો ને નવું જાણવા મળશે અને મજા આવશે.

કદાચ તમને અમારી વેબસાઈટ વિષે માહિતી હશે. અહીં તમને અલગ અલગ પ્રકાર ના નામ વિષે 100 થી વધુ ભાષામાં માહિતી મળશે. તમે અહીં રેગ્યુલર મુલાકાત લઇ અલગ અલગ ભષાનું જ્ઞાન મેળવી શકો છો અને વિશ્વની અન્ય ભષા શીખી શકો છો.

સદીઓ પેહલા મનુષ્યો જયારે ખોરાક રાંધતા ના શીખ્યા હતા, ત્યારે તે કાચા ફળો નો મુખ્યત્વએ ખોરાક તરીકે ઉપીયોગ કરતા. આજે પણ આપણે ફળો ખાઈએ છીએ, કારણકે તેમાં ઘણા વિટામિન અને પોષક તત્વો મોજુદ છે.

ફળોના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં- Fruits Name in Gujarati and English Language

તમામ લોકો માટે ફળો અને શાકભાજી તમારા દૈનિક આહારનો એક મહત્વપૂર્ણ ભાગ હોવા જ જોઈએ. તેમાં વિટામિન અને મિનરલ્સ હોય છે જે તમારા શરીર ને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. આ સિવાય તે ઘણા રોગો સામે રક્ષણ કરવામાં પણ ચોક્કસ મદદ કરી શકે છે.

fruits name In gujarati and english with image
fruits name In gujarati and english with image

કદાચ તમને ખબર જ હશે કે ફળો અને શાકભાજીમાં મહત્વપૂર્ણ વિટામિન્સ, ખનિજો અને આ સિવાય તેમાં ફાઈબર પણ હોય છે. આપણી આસપાસ ફળો અને શાકભાજીની ઘણી જાતો આસાની થી ઉપલબ્ધ છે અને તેને રાંધવા અને સર્વ કરવાની ઘણી રીતો પણ આપણને આવડે છે. તો ચોક્કસ પાણે આપડે જંક ફૂડ કરતા ફળોનું સેવન કરવું જોઈએ.

બધા લોકપ્રિય ફળોના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (All Popular Fruits Name in Gujarati and English With Image)

નીચેની સૂચિ માં તમને વિશ્વના તમામ લોકપ્રિય ફળો ના નામ આપવામાં આવ્યા છે, જે તમારી આસપાસ આસાનીથી ઉપલબ્ધ હશે. આ ફળો તમને તમને કેન્સર, ડાયાબિટીસ, હૃદય રોગ અને અન્ય ઘણા રોગો સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે. ડોક્ટરોના સૂચવ્યા મુજબ આપણે દરરોજ ઓછામાં ઓછા ત્રણ પ્રકારના શાકભાજી અને બે પ્રકારના ફળ ખાવા જોઈએ.

આ પણ જરૂર વાંચો- 100 થી વધુ પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં

NoImageFruits Name In EnglishFruits Name In Gujarati
1appleAppleસફરજન
2bananaBananaકેળું
3orangeOrangeનારંગી
4sweet-limeSweet Limeમોસંબી
5mangoMangoકેરી
6grapesGrapesદ્રાક્ષ
7sapotaSapotaચીકુ
8watermelonWatermelonતરબૂચ
9pineapplePineappleઅનાનસ
10pomegranatePomegranateદાડમ
11guavaGuavaજામફળ
12pearPearનાશપતી
13coconutCoconutનાળિયેર
14papayaPapayaપાપૈયું
15custard-appleCustard Appleસીતાફળ
16sugar-caneSugar caneશેરડી
17datesDatesખજુર
18lemonLemonલીંબુ
19jujubeJujubeબોર
20pumpkinPumpkinકોળું
21apricotsApricotsજરદાળુ
22lycheeLycheeલિચી
23cherryCherryચેરી
24plumPlumઆલુ બદામ
25peachPeachઆલુ બદામ
26mulberryMulberryશેતૂર
27gooseberryGooseberryઆમળા
28strawberryStrawberryસ્ટ્રોબેરી
29raspberryRaspberryરાસ્પબેરી
30muskmelonMuskmelonશકર ટેટી
31prickly-pearPrickly pearકાંટાદાર નાશપતિ
32pistachioPistachioપિસ્તા
33blackberryBlackberryજાંબુ
34blueberryBlueberryબ્લુબેરી
35black currantBlack Currantકાળી દ્રાક્ષ
36barberryBarberryબાર્બેરી
37fig-fruitFig Fruitઅંજીર
38almondAlmondબદામ
39cashewsCashewsકાજુ
40raisinsRaisinsકિસમિસ (સૂકી દ્રાક્ષ)
41nutNutઅખરોટ
42cranberryCranberryક્રેનબેરી
43pine berryPineberryપાઇનબેરી
44tamarindTamarindઆમલી
45dragon-fruitDragon Fruitડ્રેગન ફળ
46kiwiKiwiકીવી
47avocadoAvocadoએવોકાડો
48jackfruitJackfruitકટહલ
49olives-fruitOlivesજૈતુનનું ફળ
50wood-appleWood Appleકોઠું
51palm-fruitPalm Fruitતાડનું ફળ

બધા લોકપ્રિય સૂકા મેવાના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (All Popular Dry Fruits Name in Gujarati and English With Image)

આવા ફળો લીલા સેવન કરવાને બદલે સૂકા થયા બાદ ખાવામાં આવે છે, જેને સૂકા મેવા કેહવામાં આવે છે. આવા પ્રકારના ફળો સુકાયા બાદ પણ પોતાના પોશાક તત્વો જાળવી રાખે છે અને લીલા ફળની સરખામણીમાં ખુબ મોંઘા હોય છે.

NoImageDry Fruits Name in EnglishDry Fruits Name in Gujarati
1almondAlmondબદામ
2cashewsCashewકાજુ
3pistachioPistachioપિસ્તા
4fig-fruitDry Figsસુકા અંજીર
5raisinsRaisinsકિસમિસ (સૂકી દ્રાક્ષ)
6peanutsPeanutsમગફળી (સિંગદાણા)
7nutNutઅખરોટ
8nutWalnutઅખરોટ
9datesDatesખજુર
10dry-datesDry Datesખારીક
11barberryBarberryબાર્બેરી
12apricotsApricotજરદાળુ
13prunesPrunesસૂકી આલુ બદામ
14areca-nutBetle Nutસોપારી
15areca-nutAreca nutસોપારી
16dry-coconutsDry Coconutsટોપરું
17flax-seedsFlax Seedsશણના બીજ
18lotus-seedsLotus Seedsકમળનાં બીજ
19pine berryPine Nutsચિલગોઝ
20pumpkin-seedsPumpkin Seedsકોળુનાબીજ
21watermelon-seedsWatermelon Seedsતડબૂચના બીજ
22chia-seedsChia Seedsચિયા બીજ
23nigella-seedsNigella Seeds (Kaloji)કલોંજી

Worlds Top 5 Most Popular Fruits (વિશ્વના ટોચના 5 સૌથી લોકપ્રિય ફળો)

બધા લોકોને અલગ અલગ ફળો પસંદ હોય છે. પણ અહીં આપણે વિશ્વના 5 સૌથી લોકપ્રિય ફળો વિષે વાત કરવાના છીએ, એટલે બની શકે કે કદાચ તમારા મનગમતું ફળો આ સૂચિમાં ના હોય. તો ચાલો આગળ માહિતી મેળવીએ.

Bananas (કેળા)

વૈજ્ઞાનિકોની રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે કેળાની ઉત્પત્તિ 10,000 વર્ષ પહેલાંના સમયમાં દક્ષિણ પેસિફિક અથવા દક્ષિણપૂર્વ એશિયામાં આસપાસ થઈ હતી. જ્યાં તેની પ્રથમ ખેતી થઇ હતી, પરંતુ હાલ પણ કેળાના મૂળને નિર્ધારિત કરવું આપણા માટે મુશ્કેલ સાબિત થયું છે. ભારત વર્ષે લગભગ 30 મિલિયન ટન કેળાનું ઉત્પાદન કરે છે.

આ ફળનો રંગ પીળો હોય છે. મુખ્ય રીતે કેળાને કાચા ખાવામાં આવે છે અને આ સિવાય જ્યુસ કે મિલ્કશેક બનાવવા વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. આ ફળના સેવન થી તમને દૈનિક B6 વિટામિનનો, પ્રોટીન, ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સને, રોગપ્રતિકારક શક્તિ, ફાઈબર અને મગજની પૂરતી માત્રા મળી રહેશે.

Apple (સફરજન)

માનવામાં આવે છે કે સફરજનની ઉત્પત્તિ મધ્ય એશિયામાં થઈ હતી. તે સૌપ્રથમ દક્ષિણ કઝાકિસ્તાનમાં 2000 બીસીઇની આસપાસ ઉગાડવામાં આવ્યા હતા. દુનિયામાં સફરજન ની ઘણી પ્રજાતિ મોજુદ છે અને મુખત્વે ઠંડા પ્રદેશોમાં સફરજનની ખેતી થાય છે.

આ સિવાય આ ફળમાં ખુબ વિટામિન અને અન્ય પોષકતત્વો મોજુદ છે, એટલે લોકો આ ફળને વધુ પસંદ કરે છે. આ ફળ તમને લાલ અને લીલા રંગમાં જોવા મળી શકે છે. ચાઈના આ ફળનું સૌથી વધુ ઉત્પાદન કરે છે અને દુનિયાનો સૌથી મોટો એક્સપોર્ટર દેશ છે.

Watermelon (તરબૂચ)

આ ફળ ને ઉનાળામાં વધુ ખાવમાં આવે છે, અને તે ખુબ ફાયદારૂપ પણ છે. તરબૂચની ઉત્પત્તિ હાલના ઇજિપ્તની આસપાસના વિસ્તારોમાં થઇ હોવાનું માનવામાં છે, અને આ ફળોની પણ વિશ્વમાં ઘણી પ્રજાતિ જોવા મળે છે. કલર ની વાત કરીયે તો બહારની પરત લીલી હોય છે, જયારે અંદરનો ભાગ લાલ અને બીજ કાળા હોય છે.

તરબૂચનું સૌથી વધુ ઉત્પાદન ચાઈના કરે છે, જયારે વિશ્વના તમામ દેશોમાં આસાની થી મળી જાય છે. આ ફળ માંથી ઘણા પીણાં પણ બનાવવામાં આવે છે.

Orange (નારંગી)

આ ફળ નો સૌથી મોટો ઉત્પાદક દેશ બ્રાઝિલ છે. નારંગી વિષે કઈ વધુ વાત કરવાની જરૂર નથી, કારણકે આ ફળ વિષે તો તમને માહિતી હશે જ. નારંગીની બાહ્ય પરત કેસરી હોય છે, જયારે અંદરનો ભાગ આછો કેસરી અને બીજ કાળા જેવા હોય છે. નારંગીને વિટામિન C નો એક સારો સ્ત્રોત અનાવામાં આવે છે અને આ સાથે ઘણા અન્ય પણ વિટામિન અને પોશાક તત્વો આ ફળમાં સમાયેલા છે.

Mango (કેરી)

ભારત કેરીનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, અને અહીં તમને કેરી ની ઘણી અલગ અલગ જાતો જોવા મળશે. આ ફળ પાકી જતા પીળા કલરનું હોય છે અને અંદર મોટું બીજ જોવા મળે છે. કેરી માંથી તમને રોજિંદા ઉપીયોગી વિટામિન C આસાનીથી મળી રહેશે, આ સિવાય તમને વિટામિન B6 અને ફાઇબરનો ણ એક સારો સ્ત્રોત માનવામાં છે.

FAQ

મુખ્ય રીતે ફળો માંથી કયા પોષક તત્વો મળે છે?

અલગ અલગ ફળોમાંથી જરૂરી વિટામિન્સ અને ખનિજો આપણને મળી રહે છે.

વિશ્વનું સૌથી લોકપ્રિય ફળ કયું છે?

“કેળું” વિશ્વનું સૌથી લોકપ્રિય ફળ માનવામાં આવે છે.

ફળો આપણને કેવા રોગો સામે રક્ષણ આપે છે?

તે કેન્સર, ડાયાબિટીસ, હૃદય રોગ અને અન્ય ઘણા રોગો સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે.

Summary

આશા રાખું છું કે તમને “ફળોના નામ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં- Fruits Name in Gujarati and English Language” આર્ટિકલમાં જરૂર ઉપયોગી માહિતી મળી હશે અને રસપ્રદ લાગ્યો હશે. 100 થી વધુ ભાષામાં કોઈ પણ નામ વિષે માહિતી મેળવવા અમારા બ્લોગની મુલાકાત લેતા રહો.

3 thoughts on “50+ ફળોના નામ- Fruits Name In Gujarati”

 1. hello

  thank you for such a wonderful resource, my grandsons are learning.
  please may I kindly purchase from you the resources of fruit veg with names and image.

  the children enjoy and making fun learning.

  thank you.

  Reply
  • Thank you for connecting us, we are planning to make it more interesting for kids, this all pages will be update soon..
   Sorry mam to say that, but we are not selling any kind of things and making learning is business.
   You can contact us via email, we will send your fruit and vegetables charts with image and names for free.

   Reply

Leave a Comment

names-info-footer-logo

Here you can find all Useful Names in more than 10 different languages and some important information about it. Best names learning platform for everyone.

Contact us

Address- 17, Einsteinpalais, Friedrichstraße, Berlin Mitte, Berlin, Germany- 10117

contact@namesinfo.org

Mon to Friday
9:00 am to 18:00 pm